અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ઓઢા ગામમાં જેટકોના સબ સ્ટેશન માટે કરાયેલી જમીન ફાળવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઓઢા ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતે ગ્રામજનોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને સબ સ્ટેશન બનાવવા માટે જેટકોને ખોટી રીતે જમીન ફાળવી દીધી છે. આ મામલે ઓઢા ગામના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વિરોધના સૂર ઉઠયા છે. આ અંગે ગ્રામજનોએ આજે સાઠંબા મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. ઓઢા ગામના મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ આજે સાઠંબા ટીડીઓ અને મામલતદારને રૂબરૂમાં મળીને લેખિતમાં એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેટકો સબ સ્ટેશન માટે ખોટી રીતે ફાળવવામાં આવેલી જમીનનો ઠરાવ તાકીદે રદ કરવામાં આવે તેવી ગ્રામજનોએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે. જો આ વિવાદાસ્પદ ઠરાવ રદ કરીને જમીનની મૂળ યથાવત સ્થિતિ જાળવી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગામ ભેગું મળીને ઉગ્ર અને આક્રમક આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: