શીકા : શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એસ.કે.શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આર્ટ્સ કૉલેજમાં સાયબર સીક્યોરીટી અંતર્ગત AI BOON OR CURSE? વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. ડૉ. અર્પિતભાઈ જોશીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને AI અંગે સુંદર માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં પ્રા. પુષ્પાબેન ગરાસીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ડૉ. મયુર.એમ .સોલંકીએ વક્તાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ પીયુષસિહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વંદનાબેન પરમારે કર્યું હતું. પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી ઘનશ્યામભાઈ શાહ તથા આચાર્ય ડૉ. જે.જે. દેસાઈએ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
