મહીસાગરના કોઠંબા ગામે પીવાના પાણીના કૂવા નજીક બની રહેલા જાહેર શૌચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ ઊભો થયો છે. તંત્ર દ્વારા ગામના પીવાના પાણીના મોટા કૂવાની બિલકુલ નજીક જ આ શૌચાલયનું નિર્માણ કાર્ય શરૂ કરી દેતાં લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ અંગે સ્થાનિક સ્તરેથી લઈને ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. જે બાદ હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે.


કોઠંબા ગામમાં પીવાના પાણીના કૂવા નજીક જ નવા બની રહેલા જાહેર જાહેર શૌચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ વંટોળ સર્જાયો છે. સ્થાનિકોએ આ મુદ્દે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ વહેલી તકે શૌચાલયની કામગીરી બંધ કરી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડવા ઉગ્ર રજૂઆત કરી છે. રાજ્યમાં કોઈપણ સ્કીમ, શૌચાલય કે જાહેર શૌચાલયના બાંધકામ માટે સરકારી ગાઈડલાઈન અને જીડીસીઆર (GDCR)ની માર્ગદર્શિકા નક્કી કરાઈ છે. જે મુજબ પાણીના સ્ત્રોત અને શૌચાલય, સેપ્ટિક ટેન્ક વચ્ચે 100 મીટર સુધીનું સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે. તેમ છતાં કોઠંબામાં વૈધાનિક અને કાનૂની પાસાઓને ભૂલીને સીધું શૌચાલય જ ચણાઈ રહ્યું છે. આ કામગીરીને કારણે ભવિષ્યમાં શૌચાલયની ગંદકી અને દૂષિત પાણી જમીનમાં ઉતરીને સીધા કૂવાના પાણીમાં ભળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેનાથી સમગ્ર ગામમાં ભયંકર રોગચાળો ફટી શકે છે. આ બાબતે તલાટી લાલસિંહ ચૌહાણે ટેલિફેનિક વાતચીતમાં જણાવેલ કે અમોને શૌચાલયના નિર્માણ બાબતે રજૂઆત મળેલ છે.જે બાબતે તપાસ કરી અને હાલ પૂરતું કામ બંધ રખાવ્યું છે.ભવિષ્યમાં ગ્રામજનોઅને પંચાયતના સભ્યો બોલાવી અન્યત્ર ખસેડવા માટે જગ્યા નક્કી કરી બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: