બાયડ, મોડાસા : મોડાસા ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. જેમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચૌહાણ રોહિત દિનેશભાઇ (રહે. ઉમેદપુર, તા. મોડાસા, જિ. અરવલ્લી)ના રહેણાંક મકાને તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી મોડાસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરેલો રૂ.7 હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ ફેન જપ્ત કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો