અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં અને આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. અસહ્ય ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર ભિલોડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગતરોજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભિલોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.ધણા લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો ચિંતાતુર હતા.ભિલોડા પંથકમાં ધીમીધારે વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. મુરઝાતી ખેતીને જીવતદાન મળ્યું છે.છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા કપાસ, મકાઈ, મગફ્ળી, સોયાબીન સહિત અન્ય ખરીફ્ પાક વરસાદી પાણી વિના સુકાઈ રહ્યા હતા.ખેડૂતો પાક બચાવવા માટે સતત ચિંતાતુર હતા.અમૃતસમાન ધીમીધારના વરસાદથી મુરઝાતા ખેતીના પાકને નવું જીવતદાન મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો