ભિલોડા : ભિલોડામાં તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના શુભ પ્રારંભ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. નવનિયુક્ત આચાર્ય લીનાબેનના સફ્ળ કાર્યકાળ તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, સુખ-સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરાઈ હતી. શાળા પરિવાર પર ભગવાનની કૃપા દ્રષ્ટિ સતત બની રહે તેમજ તમામ પ્રકારના વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય તેવા શુભ આશ્ય સાથે કથાનું આયોજન કરાયું હતું. તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ, મંત્રી, મિતેશ.વી.ભાવસારે પધારેલ ગોર મહારાજના માર્ગદર્શન અને આજ્ઞા અનુસાર શ્રી સત્યનારાયણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓના કલ્યાણ માટે આજીજી વ્યક્ત કરી હતી. શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: