ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોડાસામાં તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાન સામે સવાલો ઉભા કરતી ઘટના શનિવારે સાંજે બની હતી. શહેરના ચાર રસ્તા ખાતે આવેલ નગરપાલિકાના ટાઉનહોલ શોપિંગ સેન્ટરની દુકાનનો જર્જરિત પેરાફિટ ધરાશાઈ થતાં એક વ્યકિતને ઈજાઓ પહોંચી હતી. લોકોની અવરજવરથી ધમધમતા માર્ગ ઉપર આવેલ આ ઘટના સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જજ્યારે મોડાસા ટાઉન પોલીસ અને નગરપાલિકાની ટીમો દોડી પહોંચી હતી.
ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતો ઉતારી લેવા નોટિસો આપી છે. જો કે આ બધુ કાગળ ઉપર જ રહેતુ હોય તેમ ચોમાસાના ગણતરીના દિવસો પહેલાં શહેરના ચાર રસ્તા ખાતે આવેલ પાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંષ સેન્ટરમાં અચાનક ધાબાની જર્જરિત પેરાફિટ ધરશાઈ થઈ હતી. આ ઘટનામાં કાટમાળ નીચે આવી જતાં એક વ્યક્તિને ઈજાઓ થતાં તાબડતોબ સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. પેરાફિટના મોટા ટુકડાઓ નીચે પડતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે ત્યાં લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ, પાલિકા તંત્ર અને ફાયર વિભાષની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માત બાદ કોઈ વધુ નુકસાન ન થાય તે માટે શોપિંષ સેન્ટરની દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. બીજી તરફ રાત્રે જ પાલિકા તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામષીરી શરૂ કરવામાં આવી હતી અને ઈમારતની હાલત અંષે ટેકનિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સાથે જ દુકાનો આગળનાં પતરાંના શેડને હટાવી દેવામાં આવ્યા હતા.










