મોડાસા ડેપોથી સાંજના સાડા સાત વાગ્યે ઉપડીને વાયા શામળાજી, ભેટાલી,મહેરૂ થઈ ઝાંઝરી બોર્ડર પર રાત્રિ રોકાણ કરતી બસને ભિલોડા એસ.ટી વિભાગ દ્વારા મનસ્વી નિર્ણય લઈ બસ ફ્ંટાવી નખાઈ છેઆ રૂટ પર વીસ વર્ષથી સેવા આપી રહેલી બસ પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા ભેટાલીના પૂર્વ સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભિલોડા ST વિભાગના વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવીછે. વધુ નવા ગામના પૂવ્ર સરપંચે જણાવ્યું હતું કે ભિલોડા ડેપોની છેલ્લા વીસ વર્ષથી મોડાસા ડેપો થી સાંજે 7:30 કલાકે ઉપડીને શામળાજી થઈ ભેટાલી નવાગામ, મહેરું,ટોરડા, બાવળીયા,ત્યાદી થઈ ઝાંઝરી બોર્ડરે રાત્રે 9 કલાકે પહોંચી રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે છ વાગ્યે ઝાંઝરીથી ઉપડી નિત્યક્રમે આ રૂટ પર ટ્રીપ મારી સારી આવક મેળવી રહી છે.તેમ છતાં મનસ્વી નિર્ણય લઈ આ બસને ફ્ંટાવી આ રૂટ પરની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.જેથી આ વિસ્તારના શાળા - કોલેજમાં જતા વિધાર્થીઓ અને નોકરીયાત વર્ગ તેમજ ધંધા રોજગાર અર્થે જતા દૈનિક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો