મોરબી પોલીસે વાંકાનેર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે આકરા પગલાં લીધા છે. પોલીસે બુલડોઝર ફેરવીને આ દબાણો દૂર કર્યા છે, જેના કારણે રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


વાંકાનેરમાં અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરમાં શરીર સંબંધિત અને અન્ય અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા બે માથાભારે શખ્સો - જુમ્મો ઉર્ફે અનવર કાળું શેખ અને નવઘણ ભલુભાઈ વિકાણી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. મોરબી પોલીસ દ્વારા આ બન્ને રીઢા ગુનેગારોની મિલકત સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બુલડોઝરની મદદથી આ દબાણો તોડી પાડ્યા હતા. જે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું તેની કિંમત આશરે 10 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.

પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ

વાંકાનેરમાં માથાભારે શખ્સો દ્વારા થયેલા દબાણ પર પોલીસે બુલડોઝર ફેરવી દેતા, સમગ્ર મોરબી જિલ્લાના ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓને સરકારી જમીન પર દબાણ કરવા દેવામાં આવશે નહીં.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: