મોરબીના રંગપર નજીક આવેલી રેબન સિરામિક ફેક્ટરીના શ્રમિક ઓરડીમાં ગેસ લીકેજ બાદ આગ લાગવાથી એક સગીર સહિત કુલ પાંચ શ્રમિકો દાઝી જવાનો ગંભીર બનાવ બન્યો છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઓરડીમાં ગેસ લીકેજ થઈ રહ્યો હતો અને એક શ્રમિકે દિવાસળી સળગાવતા જ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મૂળ રાજસ્થાનના રહેવાસી એવા પાંચ શ્રમિકો દાઝી ગયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્તોમાં વિનય બક્ષી (17 વર્ષ) નામનો એક સગીર પણ સામેલ છે. અન્ય ઇજાગ્રસ્તોમાં ઇતવાડી બંગાલી (22), સૂરજ બક્ષી (25), અમન બક્ષી (23) અને શિવા ભરત (23)નો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મોરબી પોલીસે ઘટનાની નોંધ લઈને ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો