મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સોલાર પ્રોજેક્ટ્સમાં વાયર ચોરીની ઘટનાઓ વધી રહી હતી. જેને ડામવા માટે એલ.સી.બી. (LCB) પોલીસે જાળ બિછાવીને 5 રીઢા તસ્કરોની ધરપકડ કરી છે. આ ટોળકી પદ્ધતિસર રીતે દિવસે રેકી કરીને રાત્રિના અંધકારમાં ચોરીને અંજામ આપતી હતી.


સોલાર વાયર ચોરી કરનાર 5 ઝડપાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ વાંકાનેરના પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા તેમજ હળવદના માથક, સાયલાના મોરલ અને મૂળીના દુધઈ ગામની સીમમાં સક્રિય હતી. તેઓ દિવસે નિર્જન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટની રેકી કરતા અને રાત્રે થાંભલાઓ પરથી કિંમતી એલ્યુમિનિયમ વાયર કાપીને પલાયન થઈ જતા હતા.એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ ₹14,13,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ચોરીના વાયર, વાહનો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓ કુકાભાઈ ઉર્ફે ટુંકો મનજીભાઈ, શૈલેષ રમેશભાઈ, કરણભાઈ ઉર્ફે સંજય રાજાભાઈ,ભુરાભાઈ માલાભાઈ, હુસેન વલીમામદભાઈ

ફરાર આરોપીઓની શોધખોળ

આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ શખ્સો - વિપુલ રવજીભાઈ, કિશન વેલજીભાઈ, સામજી બચુભાઈ, જગા હેમુભાઈ અને કિશન પ્રેમજીભાઈ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ધરપકડથી જિલ્લામાં સોલાર વાયર ચોરીના અનેક વણઉકેલ્યા ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે.

આ પણ વાંચો: Rajkot: વાડોદરમાં બસ સ્ટેન્ડ પાસે હાટડું ખોલી બેઠેલો બોગસ ડોક્ટર ઝડપાયો, 1.08 લાખની દવાઓ જપ્ત


  • Follow us on: