અત્યારે એક શેઢા માટે ધારીયા ઉડે તેવા સમયમાં ટંકારાના નવા સજનપર ગામે ખેડુતોએ ગ્રામજનોને આવવા-જવામાં સરળતા રહે એટલે એક ગાડા માર્ગને મોટો કરવા પોતાની કરોડોની કિંમતી જમીનો જતી કરી દીધી હોવાનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ઉપરાંત અહીં ગ્રામજનોએ જાતે જ અંદાજે 30 લાખનો ખર્ચ કરી 35 ફૂટનો રોડ બનાવી નાખતા વાહન વ્યવહાર સરળ બન્યો છે.
ટંકારા તાલુકાના નવા સજનપર ગામની સાર્વજનિક જગ્યામાં ગામના યુવાનોની ટીમે 10 લાખનો ફાળો એકત્ર કરી 'ખોડિયાર પાર્ક' તૈયાર કર્યો છે. આ પાર્કમાં બાળકોના મનોરંજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે 5 નવેમ્બરના રોજ આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક નેતાઓ સહિતના અગ્રણીઓ હાજરી આપવાના છે.
