દુબઈ-તેલ અવિવ ફ્લાઇટમાં હુમલાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મુસાફરો માટે દેવદૂત બનેલા પાયલોટ સ્મિત મચ્છર સાથે રાજ્યના મંત્રીએ ખાસ વિડીયો કોલ કરીને સંવાદ સાધ્યો હતો. વિડીયો કોલ દરમિયાન હું પણ તમારા જેવો છુ કહી તેમની હિંમતને બિરદાવી હતી. બ્રિજ દુર્ઘટના વખતે મે લોકોને પાણીમાંથી બચાવ્યા હતા તે સંસ્મરણો વાગોળ્યા હતા. પાયલોટ સ્મિત મચ્છર સાથે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ વિડીયો કોલ મારફ્તે વાતચીત કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, હું ખૂબ ખુશ થયો છું, તમારા જેવો જ મારો સ્વભાવ છે. આ તકે તેમણે પોતાના સેવાકીય ભૂતકાળ અને બચાવકાર્યના જૂના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 1979ની હોનારત સમયે તેમણે સંઘની સાથે રહીને નરેન્દ્રભાઈ મોદી સાથે સતત ત્રણ મહિના સુધી રાહત અને બચાવની કામગીરી કરી હતી. એટલું જ નહીં, બ્રિજની દુર્ઘટના બની ત્યારે પણ તેઓ પોતે પાણીમાં કૂદી પડયા હતા અને 35 જેટલા લોકોના જીવ બચાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ સુરેન્દ્રનગર સાથેના પોતાના જોડાણની વાત કરતાં પાયલોટ સ્મિત મચ્છર પ્રત્યે આત્મીયતા વ્યક્ત કરી હતી. આપણે રાજભવનમાં સાથે જમવાનું છે તેમને ખાસ આમંત્રણ આપ્યું હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો