મોરબીમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં વધુ એક અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, મોરબીના કેનાલ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. આ ત્રિપલ અકસ્માતમાં કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થઈ છે. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.


અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પગલા લેવાની માંગ

મોરબીમાં કાર ત્રિપલ અકસ્માતમાં કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મહાદેવ મારવણીયા અને કુપબાન સુરાણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધાયો છે. મોરબીમાં બેફામ વાહનો ચલાવવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. જે કારણે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિકનું નિયમન કરવા અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પગલા લેવાની માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Mahesana News: કડીની માઈનોર કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં ફરી વળ્યા પાણી, ખેડૂતોએ કરી વળતરની માંગ



  • Follow us on: