મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા બંધ થયેલા માર્ગોની ચકાસણી બાદ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવક નિયંત્રિત થતાં જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ ભૌતિક ચકાસણી કરીને આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે જ સરા-હળવદ માર્ગને પણ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.
