વાંકાનેરમા દવાળી અને નવા વર્ષની રજાઓમાં મકાન માલિક સુરાપુરાના દર્શન કરવા ગયાને બંધ મકાનના તાળા તોડી લાભ ઉઠાવતા તસ્કરોએ વીસીપરા વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.55 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના બની છે. વાંકાનેર શહેરના વીસીપરામાં રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ ઉકાભાઈ ચારોલીયા પોતાના પરિવાર સાથે રજામાં બહારગામ ગયા હોય ત્યારે આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ ઘરમાં રહેલી લોખંડની તિજોરીના તાળાં તોડી તેમાંથી રૂ. 1,50,000 રોકડ રકમ, બે તોલા સોનાની હાંસડી, સોનાની પાંદડીવાળી બુટ્ટી, કાનની સોનાની સેર તથા 250 ગ્રામ ચાંદીનો કંદોરા સહિત કુલ રૂ. 3,55,500 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘરમાલિક સંજયભાઈ ચારોલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો