મોરબી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સતત બીજા દિવસે પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના જાણીતા લાતી પ્લોટ નંબર ૬ વિસ્તારમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા દબાણોને હટાવવા માટે પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.


 ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ 

આ ઓપરેશન દરમિયાન 30થી વધુ કાચા-પાકા મકાનો અને અન્ય વ્યાપારી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.જાહેર માર્ગો અને સરકારી જમીન પર વર્ષોથી જમાવાયેલા કબજાને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.સ્થાનિક સ્તરે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી.

ભવિષ્યમાં વધુ કડક પગલાં

તંત્રના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. મોરબીના અલગ-અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. લાતી પ્લોટ બાદ હવે શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ તંત્રનું બુલડોઝર ફરી વળે તેવી પૂરી શક્યતા છે. આ સતત બીજા દિવસની કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાના આ આક્રમક વલણથી શહેરના રસ્તાઓ વધુ પહોળા થશે અને ટ્રાફિક તેમજ સ્વચ્છતાની સમસ્યામાં ઘટાડો થશે તેવી આશા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: