એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 24મી અને 25મી જૂને નવી દિલ્હીમાં 6 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું જેમાં દિલ્હીના રહીશ હરપ્રીત સિંહ તલવારને પકડવામાં આવ્યો હતો. આ તપાસ કામગીરી 13મી સપ્ટેમ્બર 2021નાં રોજ મુંદ્રા પોર્ટ પર જપ્ત કરવામાં આવેલ 3000 કિલો હેરોઈન સાથે મની લોન્ડરિંગનાં કેસમાં હાથ ધરવામાં આવી હતી. તલવારને 24મી જૂને પકડવામાં આવ્યા પછી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2022માં NIA દ્વારા આ કેસમાં તલવાર ઉર્ફે કબીર તલવારની ધરપકડ કરાઈ હતી. ઈડીનાં જણાવ્યા મુજબ તલવાર આ કેસમાં મુખ્ય આરોપી છે. ઈડીને ટીમે તેની ઓફિસ અને નિવાસ તેમજ તેનાં કર્મચારીઓ,વેપારી સહયોગીઓ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર તપાસ કરીને તેને પકડયો હતો. તપાસમાં જણાયું હતું કે માદક પદાર્થોનાં ગેરકાયદે વેચાણ દ્વારા મળેલા રૂ. 74 કરોડને હવાલા દ્વારા અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા હતા, જેનો આતંકી ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હતો.

કામરેજની રામકબીર શાળામાં 166 કન્યાનો પ્રવેશ









