નડિયાદ શહેરના મુખ્ય માર્ગ પર કાંસની કામગીરી ચાલતી હોવાના કારણે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકનું ભારણ વધી જવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને લઇને મનપા દ્વારા રેલવે સ્ટેશન બહાર કોમ્પ્લેકસના નડતરરૂપ પગથિયા દૂર કરવા માટે વેપારીઓને નોટિસ આપી હતી. આ નોટિસ બાદ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે જેસીબીની મદદથી નડતરરૂપ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. નડિયાદના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગ પર કાંસની ચાલતી કામગીરીને લઇને આ રોડ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આપવામાં આવ્યું હતું વૈકલ્પિક માર્ગ રેલવે સ્ટેશન રોડ પર આવેલા કોમ્પ્લેકસના પગથિયા અને તેને અડીને ફૂટપાથ પર વેપારીઓ તથા ગ્રાહકો વાહન પાર્કિગ કરતાં અત્રેનો રોડ સાંકડો થઇ જવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મનપા દ્વારા કોમ્પ્લેકસના વેપારીઓને નોટિસ આપીને તેમની દુકાન બહારના નડતરરૂપ પગથિયા દૂર કરવા માટે નોટિસ આપી હતી આ નોટિસ મળ્યા થી વેપારીઓએ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. અને પોતેજ જેસીબી બોલાવીને કોમ્પ્લેકસ બહાર પગથિયા અને ફૂટપાથ તોડી પાડીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો