નડિયાદ મનપા સમાવિષ્ટ ડભાણમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કુમાર શાળા અને સ્વામિનારાયણ મંદિર (વડતાલતાબા ) પાસે ભાગોળમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. મનપા દ્વારા ગટર લાઇન સાફ કરવામાં નહીં આવતાં આ સમસ્યા સર્જાઇ છે. અમુક ઘરોમાં પાણી પણ ઘુસી ગયા હતા. ગામના પીપળવાળુ ફળિયામાં રહેતા દિગ્વિજય જશભાઇ પટેલના મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો