યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર થી 15 ફૂટના અતંરે માર્ગ પર જર્જરિત મકાનની છાજલી ધરાશાયી થઇ હતી. આ ઘટના વહેલી સવારે બની હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી .જો કે ગુરૂ પૂર્ણિમાના પૂર્ણિમા પૂર્વે આ ઘટના બની હોવાથી મોટી જાનહાળી ટળી છે. કારણ કે આ મકાનને અડીને મહિલાઓને મંદિરમાં પ્રવેશનો દ્વાર છે.
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરે વાર તહેવાર અને પૂર્ણિમાના દિવસે ભકતો , શ્રાદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડે છે. જેમાં મંદિરની આસપાસના મુખ્ય માર્ગ પર ભકતોની ભારે ભીડ હોય છે. ગુરૂપૂર્ણિના પર્વની પૂર્વે એટલે મંગળવારે વહેલી સવારે મંદિરના મુખ્ય દ્વારથી 15 ફૂટ દૂર અને મહિલાઓના પ્રવેશ દ્વાર ને અડીને આવેલી બે માળની જર્જરિત ઇમારતની છાજલી ધરાશાયી થઇ હતી .આ ઇમારતમાં બે પ્રસાદની દુકાન આવેલી છે. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં બની હોવાથી દુકાન પણ ખુલી ન હતી. તેમજ ભકતોની પણ અવર જવર ન હતી જેને લઇને કોઇ જાનહાની થઇ ન હતી .જો આ ઘટના બુધવારે ગુરૂપૂર્ણિમાના દિવસે બની હોતમાં મોટી જાનહાની થવાની શકયતાં રહી હોત.
