નડિયાદ સિંધી સમાજ દ્વારા જવાહરનગરમાં આવેલા સંત કંવરરામ સાહેબના મંદિરમાં સંત કંવરરામ સાહેબ વર્ષી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ નમિતિ વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર ઉજવાયા હતા. આ અંતર્ગત યોજાયેલ સમૂહ જનોઇ કાર્યક્રમમાં 12 જેટલા બટુકોએ જનોઇ ધારણ કરી હતી.સંત કંવરરામ સાહેબના સ્મરણો સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભજન કિર્તન , સંસ્કૃતિક, સંત આગમન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી ભાઇઓ, બહેનો ઉપસ્થિત રહીને દર્શન તથા પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો