મેડીકલ પ્રવેશ માટેની સૌથી મોટી નીટ - યુજીની પુનઃ પરીક્ષા આજરોજ તા.21મી જુન 2026ને રવિવારના રોજ ખેડા જિલ્લાના કઠલાલ ગર્વમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી. 507 છાત્રો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષાના 24 કલાક પહેલાંથી જ પરીક્ષા કેન્દ્ર કેમ્પસમાં ઝામર, સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આજરોજ એક આઈજી, એક એસપી, એક ડીવાયએસપી, એક પીઆઈ, 4 પીએસઆઈ, 75 પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ ઉપરાંત કેમ્પસ વિસ્તારમાં ફાયર અને એમ્બ્યુલન્સની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

લાખો રૂપિયા વહી ગયા : નારગોલમાં પાણી પહોંચે તે પહેલાં જ કેનાલમાં મોટી તિરાડો !









