ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો. 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓની તૈયારીઓ ખેડા-આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આરંભી દેવામાં આવી છે.
આ બોર્ડની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરી પ્રારંભ થનાર છે. જેથી આ પરીક્ષાના 70 જેટલા દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે જિલ્લાના ધો.10 અને 12 ના અંદાજે 50 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જે ગત વર્ષ 2025ની સરખામણીમાં આ વર્ષે 5300થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. જિલ્લાના 65 કેન્દ્રો અને 165 બિલ્ડીંગ ખાતે આ પરીક્ષા લેવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2026માં જિલ્લા બોર્ડનું પરિણામ વધુ સારૂ આવે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ સુધારણા અંતર્ગત વિવિધ માર્ગદર્શનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગામી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરી 2026 થી પ્રારંભ થનાર છે. આ વર્ષે જિલ્લાના અંદાજે 50506 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં ધો. 10 ના 30676 વિદ્યાર્થી, ધો. 12 સામાન્ય પ્રવાહના 16735 વિદ્યાર્થીઓ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 3095 વિદ્યાર્થીઓનો સમાવેશ થયા છે. પરીક્ષાઓથીની બેઠક વ્યવસ્થા જિલ્લાના 65 કેન્દ્રો 165 બિલ્ડીંગ અને 1769 બ્લોક ગોઠવવામાં આવનાર છે. દરેક બિલ્ડીંગ અને બ્લોકમાં સીસીટીવી કેમેરાથી સુસજજ છે. આ બોર્ડની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરી થી શરૂ થનાર છે. હવે આ બોર્ડની પરીક્ષાના 70 જેટલા દિવસ બાકી રહ્યા છે. આ વખતે બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ આવે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડના પરિણામ સુધારણા અંગેની સમિતિ બનાવીને જિલ્લાના નબળા પરિણામ વાળી શાળામાં વિદ્યાર્થીઓ માટે એકસ્ટ્્રા કલાસ , જરૂરી માર્ગદર્શન સહિતની કામગીરી કરવામા આવી રહી છે. તેમજ આ બાબતે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ગત વર્ષની સરખામણીમાં આ વખતે બોર્ડનું પરિણામ સારૂ આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.










