ખેડા-અમદાવાદ હાઈવે પર આવેલ ખેડાના કનેરા સ્થિત એક પ્લાયવુડની ફેકટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં નડિયાદ ફાયરબ્રિગેડે અને ખેડા, અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી. અને લગભગ એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. આગના કારણે પ્લાયવુડની સીટો અને મશીનરીને નુકશાન પહોંચ્યું હતું. આગ શોર્ટ સરકીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો