નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા 90 લાખના વિદેશી દારુના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. નડિયાદ ડિવિઝન હેઠળ આવતાં નડિયાદ ટાઉન, નડિયાદ રુરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા 41 ગુનાઓમાં વિદેશી દારુ ઝડપાયો હતો. જેની કાયદાકીય મંજૂરી મળી ગયા બાદ સક્ષમ અધિકારીની ઉપસ્થિતિમાં દારુના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નડિયાદ નજીક આવેલ પીજ ચોકડી બંધ સર્વિસ રોડ પર દારુની 30234 બોટલો ઠાલવવામાં આવી હતી, જે બોટલો પર નડિયાદ ડિવાયએસપી વિમલ બાજપાઈ, ચારેય પોલીસ સ્ટેશનના પી.આઈ., મામલતદાર અધિકારી સહિતના સ્ટાફની હાજરીમાં તમામ દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: