સાસરીયાના ત્રાસ સામે કઠલાલની એક પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ એક દિકરાનો જન્મ થયા બાદ પતિ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધો ધરાવતો હોઈ ઘરમાં કંકાસ કરવા લાગ્યો હતો. લગ્નને ચાર વર્ષ વિત્યા બાદ પતિ તેની પ્રેમીકા સાથે ઘરેથી ભાગી ગયો હતો. આટલુ ઓછુ હોય ત્યાં સાસુ સસરા પણ પતિનો પક્ષ લઈ પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી, બીજી લાવવા પ્રોત્સાહન આપતાં હોઈ પતિએ ઘરમાંથી કાઢી મુકી હતી. મહેમદાવાદના એક ગામમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના લગ્ન 2022માં કઠલાલના રતનપુરમાં રહેતા ભાવેશ કિરિટભાઈ ડાભી સાથે થયા હતા. લગ્ન બાદ એક દિકરાનો જન્મ થયો હતો. દિકરાના જન્મ બાદથી પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધો ધરાવતો હોઈ અને કંઈ કામકાજ કરતો ન હોય પત્નિએ ઠપકો કરતાં ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. તા.30 ઓકટોબર 2025ના રોજ પતિ પરસ્ત્રી સાથે ભાગી ગયો હતો. જેથી સાસુ સસરાને પિયરપક્ષે ઠપકો કરતાં અમે અમારા દિકરાને શોધી લાવવાના નથી તેમ કહી પિયરપક્ષને ગમે તેમ બોલવા લાગ્યા હતા. જે બાદ સાસુ સસરા ઘરના કામકાજ બાબતે ઠપકો કરી પતિને પરિણીતાને ઘરની બહાર કાઢી મુકવા માટે ચઢવણી કરી બીજી પત્નિ લાવવા માટે પતિને પ્રોત્સાહન આપતા પતિએ ઘરમાથી કાઢી મુકી હતી. જે બાદ પિયરપક્ષે સમાધાન માટે પ્રયાસો કરવા છતાં પતિ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધો ધરાવતા હોઈ તેડી જવા તૈયાર ન હોય પરિણીતાએ પતિ ભાવેશ, સસરા કિરીટભાઈ ડાભી અને સાસુ રમીલાબેન ડાભી વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









