નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સાક્ષરનગરી નડિયાદ ખાતે પ્રકૃતિ અને પત્રકારત્વનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજયના સૌ પ્રથમ પત્રકાર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગમા સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રાજય મંત્રી સંજય સિંહ મહિડા, નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઇ, મેયર મનીષ પટેલ , જિલ્લા કલેકટર એન.વી .ઉપાધ્યાય , મનપા કમિશનર કિરણ ઝવેરી સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને મીડિયા કર્મીઓએ સાથે મળીને વૃક્ષા રોપણ કરીને સમગ્ર દેશને પર્યાવરણ સંવર્ધનનો એક સંદેશો આપ્યો હતો. પત્રકાર વનમાં પર્યાવરણ અને આયુર્વેદિક દ્રષ્ટીએ ઉપયોગી થાય એવા કુલ 211 જેટલા વિવિધ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે લીંમડો, બોરસલી , વડ, પીપળ, ચંપા , આસોપાલવ, અરીઠા, બદામ જેવા વિગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વનની જાળવણી અને ઉછેર માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









