માતરના રતનપુરમાં પતિ-પત્નિ ચાલતા વિખવાદનો મામલો કોર્ટમાં હોઈ દરમિયાન ગામના બે વ્યક્તિઓએ પંચ તરીકે સહી કરી હોય તેમને પતિએ પુછતાછ કરતાં એક ઈસમ ઉશ્કેરાયો હતો. અને ઘરે આવીને તોડફોડ કરી હતી, અને મારામારી કરી હતી, આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માતરના રતનપુરમાં રહેતા ફીરોજખાન ઈમ્તિયાજખાન પઠાણના પ્રથમ પત્નિએ 2025માં તેમની વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટમાં કેસ ચાલુ હતો. જે કેસમાં બે પંચો તરીકે મુસ્તુફા ઉર્ફે કિલર યાસીનખાન પઠાણ અને અજગર યુસુફખાન પઠાણે સહી કરી હતી. જેથી ગઈકાલે તા.12 જુલાઈ 2026ના રોજ બંને ઈસમો ગામમાં મળતા ફીરોજખાને તમે બંનેએ કેસમાં પંચ તરીકે સહી કરી હતી કે કેમ તેમ પુછતાછ કરી હતી. જે બાદ રાત્રીના સુમારે મુસ્તુફા કિલર ગાડી લઈને ફિરોજખાનના ઘરે આવ્યો હતો. નશાની હાલતમાં જાહેરમાં મોટા અવાજે અપશબ્દો બોલી, તેની ગાડીથી ફીરોજખાનની બાઈકને ટકકર મારી હતી. બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. થોડીકવાર બાદ ફીરોજખાન તેમની બીજી પત્નિ અને સાળીને ગાડીમાં લઈ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન મુસ્તુફાએ પથ્થરથી ફીરોજખાનની ગાડીનો કાચ તોડી નાંખી, ઈંટનો ટુકડો મોઢા પર મારી દીધો હતો. તેમની સાળી છોડાવવા પડતા તેને પણ ગાલ પર મુક્કો મારી દઈ ઈજા પહોંચાડી હતી. આ મામલે ફીરોજખાને મુસ્તુફા કિલર વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો