ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પતંગ દોરીની ખરીદી કરી તૈયારીઓ કરી રાખી છે.


જોકે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેટલી રહેશે અને પતંગ ચગાવવાનો આનંદ માણી શકાશે કે કેમ તેની ચિંતા રહેતી હોય છે. પરંતુ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવન અનુકૂળ રહેશે તેવું હવામાનના જાણકારો કહી રહ્યા છે. બુધવારે ઉત્તરાયણના દિવસે ઉતરાયણના 9 થી 14 કિ.મી.ની ગતિએ પવન રહેશે. જ્યારે ઝટકાના પવન 15 થી 20 કિ.મી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બુધવારે ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થશે અને તેના માટે પતંગ રસિકોએ તૈયારીઓ પણ કરી દીધી છે. ઉત્તરાયણ આડે હવે બે દિવસ બાકી રહ્યા હોય પતંગ અને દોરીની ધૂમ ખરીદી થઈ રહી છે. ચરોતરમાં ઠેર ઠેર ઊંધિયું, જલેબી, લીલવાની કચોરીના સ્ટોલ પણ લાગવા માંડયા છે. તહેવારની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે પતંગ રસિકો માટે આનંદના સમાચાર છે કે આ વર્ષે પતંગ ચગાવવા પવનની ગતિ સાનુકૂળ રહેશે. હવામાન અંગેના જાણકારોના મતે બુધવારે ઉત્તરાયણના દિવસે 9 થી 14 કિ.મી.ની ગતિએ પવન રહેશે. જ્યારે ઝટકાના પવન 15 થી 20 કિ.મી રહેશે.

પતંગ ચગાવવા પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતાઓને પગલે પતંગ રસિકોમાં આનંદ છવાયો છે અને ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિનો તહેવાર દાન કરવાનો અને પુણ્ય કમાવાનો છે. ત્યારે આ દિવસે લોકો વસ્ત્ર્રો, અનાજ સહિતનું દાન કરશે. ગાયને ઘાસચારો અને કૂતરાંને ઘી લગાવેલ રોટલી ખવડાવશે. અનેક લોકો ગરીબોને ઊંધિયું અને જલેબી ખવડાવી ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: