કેરળના તિરૂવનંતપુરમાં યોજાયેલી પબ્લિક એકાઉન્ટસ કમિટીઝ (PAC)ના અધ્યક્ષોની બે દિવસીય ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઇ હતી. આ પરિષદમાં ગુજરાત વિધાનસભાના PACના અધ્યક્ષ પંકજ દેસાઇએ ગુજરાતની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.PAC હવે માત્રપરંપરાગત ઓડિટ કે દેખરેખ પૂરતી મર્યાદિત નથી .પરંતુ સરકારીમાં રહેલી ખામીઓને અગાઉથી ઓળખી નિવારક શાસન વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી સક્રિય સંસ્થા તરીકે વિકસી રહી છે . તિરૂવનંતપુરમાં વિધાનસભાના આર શંકરનારાયણ થંપી મેમ્બર્સ ખાતે પબ્લિક એકાઉન્ટસ કમિટીઝની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ નું આયોજન કેરળ વિધાનસભાના આર શંકરનારાયણ થંપી મેમ્બર્સ ખાતે ઉદઘાટન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કરવામાં આવ્યું હતું. પરિષદમાં કેરળના મુખ્યમંત્રી , રાજયસભાના ઉપાધ્યક્ષ , કેરળ વિધાન સભાના અધ્યક્ષ સંસદની PACના અધ્યક્ષ કે.સી. વેણુગોપાલ સહિત દેશભરની સંસદીય અને વિધાનસભાના PACના અધ્યક્ષો તથાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પરિષદમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના PACના અધ્યક્ષ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા 1960માં પીએસીની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીની કામગીરીની વિગતો રજૂ કરી હતી આ સમયગાળા દરમિયાન સમિતિની કુલ 1502 બેઠકો યોજાઇ છે અને 109 અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ સાથે તેમણે ગુજરાતમાં જાહેરનાણાં ના વહીવટ, નાણાકીય શિસ્ત અને સરકારી કામગીરીની તપાસમાં સમિતિની ભૂમિકા સમજાવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ઓડિટ , નાણાંકીય પારદર્શિતા અને સુશાન મુદ્દાઓ પર મહત્વપૂર્ણ વિચાર વ્યકત કર્યા હતા. તેમજ ઓડિટ દરમિયાન કરવામા આવતી ભલામણોનો અસરકારક અમલ થાય તો સરકારી યોજનાઓ અને લોકકલ્યાણના કાર્યોમાં નક્કર સુધારા લાવી શકાય છે. આ ઉપરાંત વિવિધ રાજયનોના અનુભવો અને વિચારોના આદાન પ્રદાન સાથે જાહેરનાણાંના સુચારૂ વહીવટ , પારદર્શિતા અને નાણાંકીય ઉત્તરદાયિત્વને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો