ખેડા શહેરમાં આવેલા શાંતિનગર સોસાયટીમાં જમીન વિવાદ સર્જાયો છે. સોસાયટીમાં છેલ્લા 60 વર્ષથી હિન્દુ સમુદાયની વસ્તી રહે છે.


ત્યારે આ સોસાયટીની આસપાસ થઇ રહેલા જમીન સોદા અને બાંધકામ સામે ગંભીર વિરોધ અને આ જમીન લઘુમતી સમુદાયના લોકોને વેચીને આ વિસ્તારની વસ્તી વિષયક બદલવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગ સાથે સ્થાનિક હિન્દુ રહીશો દ્વારા આવેદન પત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યું હતું.

પાલિકાના સીઓને આપેલા આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત અનુસાર નગરના શાંતિનગર સોસાયટીમાં સો ટકા હિન્દુ પરિવાર વસવાટ કરે છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં વર્ષ 2019માં પણ આ બાબતે રજૂઆત કરાઇ હતી.જેને લઇને હાલ સુધી આ બાબતે પરિસ્થિતિ સ્થગીત હતી.પરંતુ ગત રવિવારની રજાનો લાભ લઇને સોસાયટી પાછળની દિવાલ અને ટેલિકોમ્યુનિકેશન ટાવર પાસે આવેલી જમીન પર મશીનરી વડે સફાઇ અને પૂરણ કામ શરૂ કરવા માં આવ્યું છે. ચોમાસા દરમિયાન સોસાયટીમાં ભરતાં વરસાદી પાણીનો નિકાલ આ જમીન માંથી થાય છે. જો ત્યાં પુરાણ કરીને બાંધકામ કરવામાં આવશે તો સોસાયટીના મકાનો ડૂબી જવાની અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ છે. આ વિસ્તારમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગ કરવામા આવે છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સહિત ઉચ્ચસ્તરે મોકલવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: