નડિયાદના હાઈપરફોર્મન્સ સેન્ટર નડિયાદના સ્પોર્ટ્સ એકેડમી ખાતે આર્ચરીના કોચ સંદિપકુમાર રાજેશકુમાર જયસ્વાલ (ઉં.વ.28) (રહે.કડુલી-મહુડી ગામ, તા.નસવાડી, જિ.છોટા ઉદેપુર)ની સ્વિટ્ઝરલેન્ડના પ્રતિષ્ઠીત કોર્ષ માટે પસંદગી થઈ છે. આ વર્ષે યોજાયેલ પરીક્ષામાં દેશભરમાંથી 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 26 ઉમેદવારો જ પરીક્ષા પાસ કરી શક્યા હતા. જે 26 ઉમેદવારોમાં એક નામ સંદિપકુમાર જયસ્વાલ (ગુજરાત)નું છે. તા.14 માર્ચથી તા.21 માર્ચ 2026 દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનાર આ પ્રતિષ્ઠીત કોર્ષની તાલીમ લઈને તે નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીમાં આવી અહીંના ખેલાડીઓને વધુ સારુ માર્ગદર્શન આપી આંતરરાષ્ટ્રીય લેવલ માટે તૈયાર કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. સંદિપભાઈની આ સિદ્ધિથી નડિયાદ, તેમના વતન કડુલી-મહુડી અને ગુજરાતભરમાં ગૌરવની લાગણી વ્યાપી જવા પામી છે.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









