નડિયાદ : નડિયાદના આખડોલમાં રહેતો ઉમેશ વિઠ્ઠલ પરમાર નમકીન પડીકાની આડમાં વિદેશી દારુની હેરાફેરી કરતો હોવાની બાતમી ખેડા એલસીબી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે આખડોલ - મિત્રાલ રોડ પરથી ઈકોને ઝડપી પાડી હતી. ઈકોમાં નમકીનના પડીકાની વચ્ચે દારુનો જથ્થો સંતાડેલો હતો, પોલીસે કબજે લઈ અન્ય જથ્થો જે આખડોલ રણછોડપુરાના મુકેશ યશવંત પરમારના ઘરમાં સંતાડેલો હોય તેને પણ કબજે લીધો હતો. કુલ રુ. 1.72 લાખનો દારુ, ઈકો (1 લાખ)નો મુદ્દામાલ કબજે લઈ બંને વિરુદ્ધ નડિયાદ રુરલ પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો