મુંબઈમાં રહેતા અને ફર્નિચર પીઓપીનું કામ કરતાં કરમહુસેન અતિબુલ્લાહ ફૈજુલ્લાખાનને એક વ્યક્તિ સાથે ફોન પર સંપર્ક થયો હતો. સામેની વ્યક્તિએ ગુજરાતમાં સ્વામીજીના આશ્રામનો અંગત સેવક બોલું છું, અમારે આશ્રામમાં ચાર પાંચ રુમોમાં ફર્નિચર પીઓપીનું કામ કરવાનું છે, મારી પાસે દાનમાં ડૉલર આવેલા છે. જે ડૉલર 90રુ.ભાવના બદલે 65 રુ.માં આપી દઈશું તેવી લાલચ આપી હતી. સેવકની ઓળખ આપનાર ઈસમે મુંબઈના કારીગરને મહુધા મળવા માટે બોલાવ્યો હતો. કરમહુસેન તેના મિત્ર બંને મુંબઈથી મહુધા આવ્યા હતા. જ્યાં હાજર 20 થી 25 વર્ષના આશરાના બે ઈસમોએ ડોલર બતાવ્યા હતા અને સામે રુપિયાની માંગણી કરી હતી. જો કે કારીગરે ફક્ત 20 હજાર લાવ્યો છું, બાકીના એટીએમથી ઉપાડી લઈએ તેમ કહેતા બંને ઉશ્કેરાયા હતા. અને ઝઘડો કરીને રોકડ લઈ ત્યાંથી ભાગી ગયા હતા. બનાવ મામલે કારીગરે તુરતજ મહુધા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં બંને ઈસમો કેતન સુરેશભાઈ વાઘેલા (રહે.ડડુસર રોડ, મહુધા) અને પરેશ રમેશભાઈ તળપદા (રહે.કાછીયાવાડ, મહુધા)ને ઝડપી પાડયા હતા. અને બંને પાસેથી 20 હજાર રોકડ, બે ફોન અને એક્ટીવા મળી કુલ રુ. 1.15 લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
