કઠલાલ તાલુકાના કઠાણામાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કઠાણામાં ખેતરમાં કેટલાક વ્યક્તિઓ પાણીની કુંડી સાફ કરી રહ્યા હતા. કુંડીની સફાઈ માટે લાંબો સળિયો નાંખતા ઉપરથી જતી વીજલાઈનને સળિયો અડી ગયો હતો. જેના કારણે હાજર બે લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તેમનું મોત નિપજયું હતું. અન્ય એકને પણ વીજકરંટ લાગ્યો હતો, જે હાલ સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં કઠલાલ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ લખાય છે ત્યાં સુધી બનાવ મામલે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી.
