કેન્દ્રિયગૃહ મંત્રી અમિત શાહ આજે મંગળવારે નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે. સાંજે 5.45 વાગ્યાના અરસામાં ગૃહમંત્રી મંદિરમાં આવશે.


મંદિરમાં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જયોતના દર્શન તથા મંદિરના મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવશે. તેમના આગમનને પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નડિયાદ આવતાં પહેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેન્દ્રિયમંત્રી અમિત શાહ સાંજે 5.45 વાગ્યાના અરસામાં નડિયાદ સંતરામ મંદિરમાં દર્શન માટે આવશે. મંદિરમાં દર્શન ,પૂજા કર્યા બાદ મંદિરના મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ તેઓ સ્થાનિક ભાજપના નેતાઓ સાથે ટૂંકી મુલાકાત કરી શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાને રાખીને તેમની સુરક્ષાને લઇને ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રિય મંત્રી ચાંગા થી કાર મારફતે નડિયાદ આવશે. વલેટવા ચોકડી થી પીપલગ થઇ કિડની હોસ્પિટલ , નાનાકુંભનાથ રોડ , પારસ સર્કલ થઇને નડિયાદ સંતરામ મંદિર પહોંચશે. તેમના આગમન પૂર્વે સોમવારે જિલ્લા પોલીસ દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને માર્ગ રૂટ તથા મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: