દિકરો પ્રેમલગ્ન કરીને વહુને ઘરમાં લઈ આવ્યો હોઈ, પણ વહુ સાથે કંઈ કરિયાવર લાવી ન હોઈ સસરા રોજ દારુ પીને ઘરે આવી દહેજ લાવવા દબાણ કરતાં હતા.


આખરે કંટાળેલી પરિણીતાએ અભયમ બોલાવી હતી. જ્યાં અભયમ સામે પણ નોકરીયાત સસરા અમારામાં રિવાજ છે, લગડીઓ તો આપવી જ પડે તેમ કહેતા અભયમે સસરાને કાયદાનું ભાન કરાવતા શાન ઠેકાણે આવી હતી.

મહેમદાવાદના એક અંતરિયાળ ગામડામાં રહેતો યુવાન પ્રેમલગ્ન કરીને યુવતીને ઘરે લાવ્યો હતો. યુવાનના નાના ભાઈના લગ્ન લેવાના હોય રુપિયાની જરૂર હોવાથી સસરા રોજ દારુ પીને ઘરે આવી ધમાલ મચાવતા હતા. દારુ પીધેલી હાલતમાં દિકરાની ગેરહાજરીમાં વહુને તુ ખાલી હાથે મારા ઘરમાં આવી ગઈ છું, તારા પિતાના ઘરેથી દહેજ લઈ આવ, મારે નાના દિકરાના લગ્ન કરવાના છે, લગડીઓ લાવવી પડશે તેમ કહી ટોર્ચર કરતાં હતા. વારંવારના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ સાસુને કહેતા સાસુએ ઠપકો કર્યો હતો. પણ સસરાએ સાસુને પણ ગમે તેમ બોલતા આખરે પરિણીતાએ અભયમ 181 પર મદદ માંગી હતી. નડિયાદ અભયમની ટીમ તુરતજ સ્થળ પર પહોંચી હતી. બંને પક્ષની વાતચીત સાંભળ્યા બાદ સસરાને સમજાવતાં વહુ ખાલી હાથે ઘરમાં આવી છે, અમારામાં તો લગડીઓનો રિવાજ છે, પહેલાં તેના પરિવારજનો બોલાવતા ન હતા, પણ હવે તો સમાધાન થઈ ગયું છે. એટલે રિવાજ પ્રમાણે આપવું પડે તેમ કહેતા પરિણીતાએ માતા વિધવા હોય, બીજો કોઈ આશરો ન હોય આટલું દહેજ આપી ન શકે તેમ સસરાને વિનંતી કરી હતી. આખરે અભયમે સસરાને કાયદાનું ભાન કરાવી , લેખિતમાં બાંયધરી લઈ મામલો થાળે પાડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: