ચિકદા તાલુકા મથકે નદી પરનો ચેકડેમ જર્જરિત હાલતમાં છે. તૂટી ગયો છે. ખંડેર હાલતમાં છે. ચેકડેમના દરવાજા નહીં હોવાથી ચેકડેમ નું પાણી નિરર્થક નદીમાં વહી જાય છે.

ચેકડેમ પાછળ કરવામાં આવેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે, ચેકડેમને વહીવટી તંત્ર દ્વારા રીપેર કરવામાં આવતો નથી. ચેકડેમના લોખંડના દરવાજા વહીવટી તંત્ર દ્વારા બેસાડવામાં આવતાં નથી. ઘણા સમયથી ચેકડેમની દુર્દશા થઇ છે. આ ચેકડેમ બિસ્માર હાલતમાં હોવાથી પાણીનો સંગ્રહ થતો નથી તેને કારણે શિયાળામાં ખેડૂતોના પશુઓને પીવાનું પાણી નહીં મળે. ખેડૂતોને શિયાળું ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી નહીં મળે? ચિકદા વિસ્તારમાં જમીનમાં જળસ્તર નીચે જતાં રહેશે. ચિકદા વિસ્તારમાં જળ સંકટ શરૂ થઈ જશે.