દેડિયાપાડા તાલુકામાં તંત્રની બેદરકારીનો ઉત્તમ નમુનો જોવા મળી રહ્યો છે. ચુલી ગામ નજીક પસાર થતા કાચા માર્ગે ઉપર તંત્રએ નાળુ તો બનાવી દીધુ છે પરંતુ આરસીસી રોડ બનાવવામાં નહી આવતા ગ્રામજનોને આ ચોમાસામાં હાલાકી ભોગવવાનો વારો આવશે. દેડિયાપાડા થી અંદાજીત નવ કિલોમીટર દૂર ચુલી ગામ આવેલું છે. આ ગામમાં વર્ષો પહેલાં સડક ફ્ળિયા પાસે ગામમાં જવા માટે અને આવવા માટે રસ્તો છે. આ રસ્તા ઉપર ઘણાં વર્ષો પહેલાં મોટી સિમેન્ટની પાઈપ વાળું નાળું બનાવ્યું છે. આૃર્યની વાત એ છે કે નાળું બનાવ્યું છે પણ રસ્તો આરસીસીનો પાકો બનાવ્યો નથી. લોકોને પાકા રસ્તા વગર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે લોકોને કાદવ કીચડ વાળા આ રસ્તા ઉપરથી થઈને ગ્રામજનો અને વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ચુલી ગામના લોકોને મુખ્ય સડક માર્ગે આવવાનું જવાનું મુશ્કેલ પડે છે. સત્વરે પાકો રસ્તો બનાવવામાં આવે એવી લોકો માંગ ઉઠવા પામી છે. આ રસ્તા ઉપર હાલમાં કાંટાળી વનસ્પતિ અને ઝાંખરા ઉગી નીકળીયા છે.

Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન









