દરેક પિતાનું સપનું હોય છે કે પોતાની દીકરીને એક રાજકુમારીની જેમ સાસરે વળાવે. પરંતુ, જ્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક હોય ત્યારે પિતા માટે આ સપનું પૂરું કરવું એક મોટો પડકાર બની જતો હોય છે. આવા જ એક સામાન્ય પરિવારની ચિંતા હળવી કરીને ગુજરાત સરકાર નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા માછી પરિવાર માટે સાચા અર્થમાં માવતર બની છે.
નાંદોદ તાલુકાના રાજપીપળામાં રહેતા યોગેશભાઈ માછીની 20 વર્ષીય દીકરી ખુશીના લગ્ન વર્ષ 2025 ના નવેમ્બર માસમાં લેવાયા હતા. યોગેશભાઈ છૂટક ફ્ળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત આવક હોવાથી સમયની માંગ અને આર્થિક વાસ્તવિકતા સમજીને પરિવારે સમૂહ લગ્નમાં જોડાઈને દીકરીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.










