વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં 12 વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા લોકકલ્યાણ અને જનજાગૃતિને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
નર્મદા જિલ્લા સામાજિક વનિકરણ વિભાગ દ્વારા રાજપીપળા સ્થિત સર વિનાયક ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના છાયાદાર, ફ્ળાઉ અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ પણ વૃક્ષારોપણ કરી હરિત નર્મદાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ, યોગ કાર્યક્રમો, જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પ્રસાર, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ કાર્યક્રમો સહિત અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગર પાલિકાના સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ, સામાજિક વનિકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, નાગરિકો તથા પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાહતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો