રાજ્યવ્યાપી ઉજવાઈ રહેલા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત રાજપીપલા નગરપાલિકા દ્વારા શીતળા માતા મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.


આ પ્રસંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ સ્વયં સફઈ કાર્યમાં ભાગ લઈને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું વાતાવરણ સર્જવાના હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓ વાવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: