રાજપીપળા : વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે તા. 14 જૂન, 2026ના રોજ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, નર્મદાના આયોજન હેઠળ રાજપીપલામાં રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, નગરપાલિકા પ્રમુખ શિવાનીબહેન મહેતા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક દ્વારા લીલી ઝંડી આપી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. રક્તદાન કરો, જીવન બચાવો - આશાનો દીવો પ્રગટાવોના સૂત્ર સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો, યુવાનો તેમજ સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જુની સિવિલ હોસ્પિટલ ખાતેથી શરૂ થયેલી આ રેલી સ્ટેશન રોડ અને સફેદ ટાવર માર્ગેથી પસાર થઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજપીપલા ખાતે સમાપ્ત થઈ હતી.


 ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: