પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુજીને પ્રિય એવા અધિક માસનો છેલ્લો દિવસ અને સોમવતિ અમાસનો સુભગ સમન્વય થયો હોવાથી સોમવારે પવિત્ર મંદિરોમાં દર્શન અને નર્મદા સ્નાન માટે નર્મદા જિલ્લાના પોઇચા, ગરૂડેશ્વર ઉપરાંત વડોદરા જિલ્લાના ચાણોદ અને કુબેર ભંડારી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. નર્મદા કિનારાઓ ઉપર જાણે ભક્તોનું કિડીયારૂ ઉભરાયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તા. 15 જુનના રોજ અધિકમાસ નો અંતિમ દિવસ અને સોમવતી અમાસ હોવાથી નર્મદા જિલ્લા નર્મદા કિનારે પોઇચા ગામડી નર્મદા કિનારે ગુજરાત સહિત અને ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના શ્રાદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને નર્મદા સ્નાન કરીને કુબેર ભંડારી દાદાના દર્શન કર્યા હતા. નર્મદા કિનારે લાખો લોકો નર્મદા સ્નાન કરવા ઉમટી પડયા હતા. જ્યાં જુઓ ત્યાં ભક્તો નર્મદા સ્નાન કરતા નજરે પડતાં હતાં. મહારાષ્ટ્ર રાજ્યના લોકો તા. 14 જુનના રોજ ખાનગી વાહનોમાં આવી ગયા હતા જેના કારણે આ વિસ્તારની હોટલો અને હોમ સ્ટે હઉસફુલ થઇ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે બહારથી આવેલા પ્રવાસીઓને રાતવાસો કરવા માટે મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ પોતાના ઘરના ધાબાઓ ઉપર ભક્તોને આશ્રાય આપ્યો હતો, આજે સવારથી ગામડી અને નીલકંઠ ધામ વચ્ચે નર્મદા ભાઠામાં ભક્તો નર્મદા કિનારે નર્મદા સ્નાન કરવા ઉમટી પડયા હતા. શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડયું હતું. અહિયાં થી નાવડીમાં બેસીને લોકો સામે કિનારે કુબેર ભંડારી દાદાના દર્શન કરવા ઉમટી પડયા હતા. પોઇચા નર્મદા કિનારે અને ત્રિવેણી સંગમ ખાતે લાખો લોકોએ નર્મદા સ્નાન કરીને પવિત્ર થયા હતા. આ પ્રસંગે લોકો પિતૃ તર્પણ વિધિ કરતાં હતાં. વિવિધ કર્મકાંડ કરતા નજરે પડયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: