દેડીયાપાડા તાલુકાના અરેઠી ગામની આંગણવાડીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. આંગણવાડી કેન્દ્રમાં ચોપડે કુલ 143 બાળકો નોંધાયેલા છે, જેમાંથી આશરે 70 બાળકો નિયમિત હાજરી આપે છે. છતાં આ નાના બાળકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી.


ત્રણ અલગ-અલગ ફ્ળિયાઓના બાળકો આ કેન્દ્રમાં અભ્યાસ અને પોષણ માટે આવે છે, પરંતુ તેમની મૂળભૂત જરૂરિયાતો પણ પૂર્ણ થતી નથી. આંગણવાડીનો હેન્ડપંપ લાંબા સમયથી બંધ હાલતમાં છે, જ્યારે મોટરનો વાયર બગડી જવાથી પાણીની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પાણીનું સ્તર ઊંડું હોવાથી મોટર પણ કાર્યરત નથી. પરિણામે આંગણવાડી કાર્યકર બહેનોને દરરોજ અડધા કિલોમીટરથી એક કિલોમીટર દૂર જઈને પાણી લાવવાની ફરજ પડે છે. એક તરફ્ સરકાર બાળકોના પોષણ અને આરોગ્ય માટે કરોડો રૂપિયાની યોજનાઓની વાત કરે છે, ત્યારે બીજી તરફ્ અરેઠી ગામની આંગણવાડીમાં બાળકોને પીવાનું પાણી પણ નસીબ નથી થતું. માત્ર પાણી જ નહીં, પરંતુ છેલ્લા એક મહિનાથી આંગણવાડીમાં વીજ પુરવઠો પણ બંધ છે. સર્વિસ વાયર બગડી જવાથી કેન્દ્ર અંધકારમાં ધકેલાઈ ગયું છે. ઉનાળાની ગરમીમાં નાના બાળકો અને કાર્યકર બહેનો ભારેહાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: