દેડિયાપાડા :દેડિયાપાડા તાલુકાના નવાગામ ગામે આવેલી શબરી કન્યા છાત્રાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અનસૂયાબેન ચંપકભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે શબરી કન્યા છાત્રાલયના મંત્રી ચંપકભાઈ વસાવાએ વિદ્યાર્થિનીઓને યોગ, પ્રાણાયામ અને વિવિધ કસરતો કરાવી યોગનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: