સાગબારા તાલુકાના રણબુડા ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલતને લઈને ગ્રામજનો અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આશરે 12 વર્ષ જૂની શાળાની ઇમારતમાં વરસાદી મોસમ શરૂ થતાં જ ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે.


પ્રથમ વરસાદમાં જ શાળાના કેટલાક વર્ગખંડ સુધી વરસાદી પાણી પહોંચી જતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, *વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે કે પહેલા પાણી કાઢશે? તેમનું કહેવું છે કે બાળકોને સુરક્ષિત અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળવું જોઈએ, પરંતુ હાલની સ્થિતિ ચિંતાજનક છે.શાળાના કેટલાક પગથિયાં પણ તૂટેલી હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વરસાદ દરમિયાન લપસણું વાતાવરણ સર્જાતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. આ ઉપરાંત શાળામાં રમતગમત માટે યોગ્ય મેદાનનો અભાવ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ફરીયાદ પણ ગ્રામજનોએ કરી છે. સાથે જ મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યાને કારણે શિક્ષકોને ઓનલાઈન સરકારી તેમજ શૈક્ષણિક કામગીરી માટે ગામની બહાર જવું પડે છે.

ગ્રામજનો અને વાલીઓએ આધુનિક શાળાના નિર્માણ માટે માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: