નર્મદા કિનારે આવેલા પવિત્ર તીર્થધામ ગરૂડેશ્વર ખાતે દત્ત સંપ્રદાયના મહાન સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનો આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
આ પાવન અવસરે મહારાજશ્રીની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટી પડયા હતા.નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના આરાધના મહોત્સવ નિમિત્તે આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રાદ્ધાળુઓ આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર 'દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા' નાનાદથી ગુંજી ઉઠયું હતું. ઉલ્લેખનિય ને છે કે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વર માં બિરાજમાન અવધૂત મહારાજના ગુરુજી છે.
