વિશ્વ આદિવાસી દિને જંગલની જમીન ખેડવાના મુદ્દે સાગબારા તાલુકાના ખેડૂતોએ ખોપી ગામે બળદો અને હળ સાથે ધરણાં કર્યા હતા અને સુરત જિલ્લાના ઉમરપાડાના વન વિભાગના કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી હલ ગામ પાડી સહિત અંદાજીત બાર ગામના આદિવાસી જંગલ જમીન માટે છેલ્લા એક માસથી સંઘર્ષ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ખેડૂતો એક વર્ષથી જંગલ જમીન મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે તેઓ આ જંગલ જમીન અંદાજીત વીસ વર્ષથી ખેડતા આવ્યા છે. છેલ્લા બે વર્ષથી સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ કર્મચારીઓ આ જંગલ જમીન ખેડવા દેતાં નથી? અને આ જંગલ જમીન મુદ્દે ખેડૂતો અને જંગલ ખાતાના કર્મચારીઓ સાથે આ જમીન નહીં ખેડવા દેતા આ જંગલ જમીન મુદ્દે ખેડૂતો અને જંગલ કર્મચારીઓ વચ્ચેનો સંઘર્ષ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ખેડૂતો જંગલ જમીન મુદ્દે ગત રાત્રે ખોપી જંગલ વિસ્તારમાં ખેડૂતો- મહિલાઓ - હળ લાકડાં અને બળદો સાથે સહિત અંદાજીત 200 લોકો ધરણાં પર બેઠા છે. તેમના આગેવાન નાનસિંગ વસાવા અને રમેશ વસાવાએ એક વીડિયો સંદેશ દ્વારા આહવાન કર્યું હતું કે તા. 9 ઓગસ્ટ દિવસ વિશ્વ આદિવાસી દિવસ છે. નર્મદા જિલ્લાના સમગ્ર આદિવાસીઓ ભેગા થઈને ધારણાં સ્થળે આવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે જંગલ જમીન મુદ્દે ધરણા પ્રદર્શન કરશે આ આહવનના પગલે શનિવારે રાત્રિના સમયે વાહનોની લાઈટ ચાલુ કરીને ખેડૂતોએ ધરણા શરૂ કરી દીધા છે જે આજે આખો દિવસ ચાલુ રહ્યા હતાં.ખેડૂતોનું કહેવું છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો જંગલ જમીન ખેડતા હોય તો સાગબારા તાલુકાના ખેડૂતોને જંગલ જમીન કેમ? ખેડવા દેતાં નથી? આદિવાસીઓ આદિવાસી વચ્ચે ભેદ ભાવ શા માટે? અમોને આ જંગલ જમીન ખેડવા બાબતે ઉમરપાડા જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા કેમ રોકવામાં આવે છે?
